Googleનું Hotel Center પ્લૅટફૉર્મ

સેવાની શરતો

 

Googleના Hotel Center પ્લૅટફૉર્મ માટેની આ સેવાની શરતો (“શરતો”) Google LLC (“Google”) અને આ શરતોનો અમલ કરતા અથવા તેને ઇલેક્ટ્રોનિક રીતે સ્વીકારતા એકમ (“ટ્રાવેલ પાર્ટનર”) દ્વારા સ્વીકારવામાં આવે છે.  આ શરતો ટ્રાવેલ પાર્ટનર દ્વારા Google Hotel Centerના ઉપયોગ સહિત એવી સંબંધિત સેવાઓ, સુવિધાઓ અને કાર્યક્ષમતા (“સેવાઓ”)ને સંચાલિત કરે છે (i) કે જે આ શરતોના સંબંધમાં ટ્રાવેલ પાર્ટનરને આપવામાં આવેલા એકાઉન્ટ મારફતે ઍક્સેસ કરી શકાતી હોય (“એકાઉન્ટ”) અથવા (ii) કે જે સંદર્ભ આપીને આ શરતોને શામેલ કરતી હોય (સંયુક્ત રીતે, “Hotel Center”).  

 

1. Hotel Centerનો ઉપયોગ કરવા વિશે. ટ્રાવેલ પાર્ટનર Google APIs સહિત વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને Hotel Centerમાં ડેટા, ફીડ અથવા અન્ય કન્ટેન્ટ (“કન્ટેન્ટ”) સબમિટ કરી શકે છે. Google દ્વારા ટ્રાવેલ પાર્ટનરને ઉપલબ્ધ કરાવવામાં આવેલી કોઈપણ સૂચના અથવા વર્ણનનું પાલન કરે તે રીતે કન્ટેન્ટ સબમિટ કરવા માટે ટ્રાવેલ પાર્ટનર સંમત થાય છે. Google એવી કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવી શકે છે કે જે ટ્રાવેલ પાર્ટનરને Googleની અન્ય સેવા વડે Hotel Centerમાંથી કન્ટેન્ટને નિકાસ, લિંક, ટ્રાન્સફર અથવા અન્યથા તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપતી હોય. એ કિસ્સામાં, Googleની આવી અન્ય સેવાના નિયમો અને શરતો ટ્રાવેલ પાર્ટનર દ્વારા આવી સેવાના ઉપયોગના સંદર્ભમાં લાગુ થશે, પણ એ શરતે કે ટ્રાવેલ પાર્ટનર દ્વારા કરવામાં આવતો Hotel Centerનો ઉપયોગ આ શરતો દ્વારા સંચાલિત થતો રહેશે. જો ટ્રાવેલ પાર્ટનર Hotel Centerની અમુક વૈકલ્પિક સેવાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરે, તો ટ્રાવેલ પાર્ટનરને તે સેવાઓને લગતી અલગ શરતો સાથે સંમત થવાની જરૂર પડી શકે છે.  Hotel Centerની કેટલીક સેવાઓની ઓળખ “બીટા” તરીકે અથવા અન્યથા અનસપોર્ટેડ કે ગોપનીય (“બીટા સુવિધાઓ”) તરીકે કરવામાં આવે છે.  ટ્રાવેલ પાર્ટનર બીટા સુવિધાઓમાંથી કે તેના વિશે અથવા કોઈપણ બિન-સાર્વજનિક બીટા સુવિધાની શરતો કે તેના અસ્તિત્વ વિશે કોઈ માહિતી જાહેર કરી શકશે નહીં.  Google અથવા તેના આનુષંગિકો કોઈપણ સમયે બીટા સુવિધાઓ સહિત સેવાઓને સસ્પેન્ડ કે બંધ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે.  આ શરતોના હેતુઓ માટે, “આનુષંગિક”નો અર્થ છે એવો એકમ કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે Googleને નિયંત્રિત કરે છે અથવા જેને Google દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અથવા સમય સમય પર Google સાથે સમાન નિયંત્રણ હેઠળ આવે છે.

 

2. એકાઉન્ટ.  ટ્રાવેલ પાર્ટનર દ્વારા Hotel Centerનો ઉપયોગ, એક અથવા વધુ એકાઉન્ટ બનાવવાને અને Google દ્વારા તેને મંજૂરી આપવાને આધીન છે.  એકાઉન્ટની ચકાસણી કરવા માટે અને સમય સમય પર, Googleને વધારાની માહિતીની જરૂર પડી શકે છે, જેમાં એકમનું કાનૂની નામ, વ્યવસાય શું ઑફર કરે છે, પ્રાથમિક સંપર્ક, ફોન નંબર, સરનામું અને સંબંધિત ડોમેન શામેલ છે. ટ્રાવેલ પાર્ટનર Hotel Centerના તેના ઉપયોગ માટે જવાબદાર છે, જેમાં એકાઉન્ટના તમામ ઍક્સેસ અને ઉપયોગ, એકાઉન્ટ મારફતે Hotel Centerને સબમિટ કરવામાં આવેલું કન્ટેન્ટ તથા વપરાશકર્તાના નામ અને પાસવર્ડનું સંરક્ષણ કરવું શામેલ છે.

 

3. પૉલિસીઓ

a. ટ્રાવેલ પાર્ટનર દ્વારા Hotel Centerનો ઉપયોગ આને આધીન છે (i) લાગુ થતી Google પૉલિસીઓને જે https://support.google.com/hotelprices/topic/11077677 પર ઉપલબ્ધ છે અને Google દ્વારા ટ્રાવેલ પાર્ટનરને ઉપલબ્ધ કરાવવામાં આવેલી અન્ય તમામ પૉલિસીઓને, સમય સમય પર તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તે મુજબ (સંયુક્ત રીતે, “પૉલિસીઓ”), (ii) આ શરતોને અને (iii) લાગુ થતા કાયદા(ઓ)ના ટ્રાવેલ પાર્ટનર દ્વારા પાલનને. 

b. Hotel Centerના સંબંધમાં, (i) Google એ Google પ્રાઇવસી પૉલિસીનું પાલન કરશે જે google.com/policies/privacy પર ઉપલબ્ધ છે (સમય સમય પર તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તે મુજબ) અને (ii) જે હદ સુધી લાગુ થતી હોય, Google અને ટ્રાવેલ પાર્ટનર 'Google નિયંત્રક-નિયંત્રક ડેટા સંરક્ષણની શરતો' સાથે સંમત થાય છે, જે https://privacy.google.com/businesses/gdprcontrollerterms/ પર ઉપલબ્ધ છે (“ડેટા સંરક્ષણની શરતો”).  ડેટા સંરક્ષણની શરતો હેઠળ સ્પષ્ટ રીતે પરવાનગી આપવામાં આવી હોય તે સિવાય, Google ડેટા સંરક્ષણની શરતોમાં ફેરફાર કરશે નહીં.

 

4. ટ્રાવેલ પાર્ટનરનું કન્ટેન્ટ.

a. ટ્રાવેલ પાર્ટનર અહીં Google અને તેના આનુષંગિકોને, Googleની અથવા તેના આનુષંગિકોની પ્રોડક્ટ અને સેવાઓના સંબંધમાં (બૌદ્ધિક સંપદા હકો દ્વારા સુરક્ષિત હોય તે હદ સુધી) કન્ટેન્ટનો ઉપયોગ કરવા માટે કાયમી, રદબાતલ ન કરી શકાય તેવા, વિશ્વવ્યાપી અને મફત લાઇસન્સની મંજૂરી આપે છે. ટ્રાવેલ પાર્ટનર સંમત થાય છે કે Google અને તેના આનુષંગિકો, અમારા માટે સેવાઓ આપી રહેલા અમારા કૉન્ટ્રાક્ટરને અને અમારા વપરાશકર્તાઓને આ અધિકારો માટે પેટા લાઇસન્સ આપી શકે છે, જેથી તેઓ Googleની અથવા તેના આનુષંગિકોની પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરવાના સંબંધમાં આવા કન્ટેન્ટનો ઉપયોગ કરી શકે.

b. જો ટ્રાવેલ પાર્ટનર દ્વારા સબમિટ કરવામાં આવેલા કન્ટેન્ટમાં URLs અથવા તેના જેવું કન્ટેન્ટ શામેલ હોય, તો ટ્રાવેલ પાર્ટનર અહીં Google અને તેના આનુષંગિકોને URL(s) અને આવા URL(s) (“નિર્ધારિત પેજ”) મારફતે ઉપલબ્ધ કન્ટેન્ટને ઍક્સેસ, અનુક્રમિત, ક્રૉલ કરવાનો અથવા કૅશ મેમરીમાં સાચવવાનો અધિકાર આપે છે.  ઉદાહરણ તરીકે, આવા URL(s) સાથે સંકળાયેલી વેબસાઇટની માહિતી મેળવવા અને તેનું વિશ્લેષણ કરવા માટે Google ઑટોમૅટેડ સૉફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કરી શકે છે.  ટ્રાવેલ પાર્ટનર સંમત થાય છે કે Google દ્વારા અથવા તેના આનુષંગિકો દ્વારા નિર્ધારિત પેજમાંથી એકત્રિત કરવામાં આવેલા કોઈપણ કન્ટેન્ટને 'કન્ટેન્ટ' ગણવામાં આવશે અને આ શરતો અનુસાર તેની સાથે તે પ્રમાણે વ્યવહાર કરવામાં આવશે.

c. Hotel Centerનો ઉપયોગ કરીને, ટ્રાવેલ પાર્ટનર Google દ્વારા કન્ટેન્ટના અધિકૃત ઉપયોગના સંબંધમાં કોઈપણ ટ્રેડમાર્ક, સેવા ચિહ્ન, વેપારના નામ, માલિકીના લોગો, ડોમેન નામ અને અન્ય કોઈપણ સૉર્સ અથવા વ્યવસાયના ઓળખકર્તાનો ઉપયોગ કરવા માટે Googleને અધિકૃત કરે છે.

 

5. પરીક્ષણ કરવું.  ટ્રાવેલ પાર્ટનર Google અને તેના આનુષંગિકોને આ માટે અધિકૃત કરે છે (a) ટ્રાવેલ પાર્ટનરને નોટિસ આપ્યા વિના, સમયાંતરે એવા પરીક્ષણ કરવા માટે કે જે ટ્રાવેલ પાર્ટનર દ્વારા સેવાઓના ઉપયોગને અસર કરી શકે છે (જેમાં નિર્ધારિત પેજ સાથે સંબંધિત ક્વૉલિટી, રેંકિંગ, કાર્યપ્રદર્શન, ફૉર્મેટિંગ અથવા અન્ય ગોઠવણો શામેલ છે) અને (b) નિર્ધારિત પેજની માહિતી મેળવવાની અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયાને ઑટોમૅટિક બનાવવા માટે અને પરીક્ષણ માટે તેને ઍક્સેસ કરવાની લૉગ ઇન વિગતો બનાવવા માટે.

 

6. વૉરંટી, અધિકારો અને જવાબદારીઓ.  ટ્રાવેલ પાર્ટનર એ વાતનું પ્રતિનિધિત્વ કરે છે અને બાંહેધરી આપે છે કે (a) ટ્રાવેલ પાર્ટનર પાસે આ શરતો માટે સંમત થવાની સંપૂર્ણ સત્તા અને અધિકાર છે, (b) ટ્રાવેલ પાર્ટનર કલમ 4માં જણાવેલા લાઇસન્સ અને પરવાનગીઓની મંજૂરી આપવાના અધિકારો ધરાવે છે અને જાળવી રાખશે, (c) ટ્રાવેલ પાર્ટનર પૉલિસીઓનું, લાગુ થતા કાયદાનું, લાગુ થતી કોઈપણ પ્રાઇવસી પૉલિસીનું અથવા ત્રીજા પક્ષના કોઈપણ બૌદ્ધિક સંપદા હકનું ઉલ્લંઘન કરતું કોઈપણ કન્ટેન્ટ પ્રદાન કરશે નહીં, (d) ટ્રાવેલ પાર્ટનર કોઈ વ્યક્તિ પાસેથી અથવા તેના વિશે એકત્રિત કરવામાં આવેલી એવી કોઈપણ માહિતી માટે તમામ જરૂરી અધિકારો અને સંમતિઓ ધરાવે છે કે જે ડેટાની પ્રાઇવસીના અથવા ડેટા સંરક્ષણના લાગુ થતા કાયદાઓ અથવા નિયમનો હેઠળ સંરક્ષણને આધીન છે અને (e) ટ્રાવેલ પાર્ટનર દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી અને અધિકરણો (ટ્રાવેલ પાર્ટનરની ઑફરો બતાવવા માટે પ્રોડક્ટ સંબંધિત તમામ જરૂરી સ્પષ્ટતાઓ સહિત) સંપૂર્ણ, સાચા અને હાલના છે અને રહેશે.

 

7. અસ્વીકૃતિઓ.  કાયદા દ્વારા પ્રાપ્ત મહત્તમ સીમા સુધી, GOOGLE અને તેના આનુષંગિકો તમામ વોરંટીનો અસ્વીકાર કરે છે પછી ભલે ને તે ગર્ભિત, કાનૂની કે અન્યથા હોય, જેમાં બિન-ઉલ્લંઘન, સંતોષજનક ક્વૉલિટી, વેપાર યોગ્ય અથવા કોઈ હેતુ માટેની યોગ્યતા શામેલ છે, તેમજ કોઈ સોદા દરમિયાન અથવા વેપારની પ્રણાલીમાંથી ઉદ્ભવતી કોઈપણ વૉરંટીનો પણ અસ્વીકાર કરે છે.  કાયદા દ્વારા પ્રાપ્ત મહત્તમ સીમા સુધી, HOTEL CENTER અને તેની સંબંધિત સેવાઓ “જેમ છે તેમ,” “જેમ ઉપલબ્ધ છે તેમ” અને “તમામ ખામીઓ સાથે” પૂરી પાડવામાં આવે છે અને વેપારી તેમના પોતાના જોખમે તેનો ઉપયોગ કરે છે. GOOGLE અને તેના આનુષંગિકો HOTEL CENTER અથવા તેની સંબંધિત સેવાઓ અંગે અથવા તેના કોઈપણ પરિણામ અંગે કોઈ ગૅરંટી આપતા નથી. GOOGLE અને તેના આનુષંગિકો વેપારીને ક્ષતિઓ અથવા ભૂલોની જાણ કરવાનું કોઈ વચન આપતા નથી.

 

8. જવાબદારીની મર્યાદાઓ.  કાયદા દ્વારા પ્રાપ્ત મહત્તમ સીમા સુધી, દાવાના સિદ્ધાંત અથવા પ્રકારને ધ્યાનમાં લીધા વિના, (A) GOOGLE અને તેના આનુષંગિકોને આ શરતો હેઠળ અથવા આ શરતોના પાલન સાથે સંબંધિત અથવા તેનાથી ઉદ્ભવતા, સીધા નુકસાન સિવાયના કોઈપણ નુકસાન માટે જવાબદાર ઠેરવવામાં આવશે નહીં, પછી ભલેને GOOGLE અથવા તેના કોઈ આનુષંગિક એ બાબતથી માહિતગાર હોય અથવા માહિતગાર હોવા જોઈએ કે આવા અન્ય પ્રકારના નુકસાન થવાની શક્યતા છે તેમજ ભલેને સીધા નુકસાન વળતર માટેના માપદંડો પર ખરા ન ઉતરતા હોય; અને (B) GOOGLE અને તેના આનુષંગિકોને આ શરતો હેઠળ અથવા જણાવેલી કોઈ ઘટના કે જોડાયેલી ઘટનાઓની શ્રૃંખલા માટે આ શરતોના પાલન સંબંધિત કે તેનાથી ઉદ્ભવતા નુકસાન માટે કુલ USD $5,000.00થી વધુ રકમ માટે જવાબદાર ઠેરવવામાં આવશે નહીં.

 

9. નુકસાનની ભરપાઈ.  લાગુ થતા કાયદા દ્વારા મંજૂર કરાયેલી હદ સુધી, ટ્રાવેલ પાર્ટનર Google, તેના આનુષંગિકો, એજન્ટ અને લાઇસન્સ આપનારા લોકોનો તમામ જવાબદારીઓ, નુકસાન, નુકસાનીઓ, ખર્ચ, ફી (કાનૂની ફી સહિત) અને કોઈપણ ત્રીજા પક્ષની કાનૂની કાર્યવાહી સંબંધિત ખર્ચ સામે એ હદ સુધી બચાવ કરશે અને તેનાથી થયેલા નુકસાનની ભરપાઈ કરશે કે જ્યાં સુધી તે ટ્રાવેલ પાર્ટનરના કન્ટેન્ટ, નિર્ધારિત પેજ, Hotel Centerના ઉપયોગ, તેની સંબંધિત સેવાઓ અથવા ટ્રાવેલ પાર્ટનર દ્વારા આ સેવાઓ ભંગ કરવાથી ઉદ્ભવી હોય.

 

10. સમાપ્તિ.  જો નીચે જણાવ્યા પ્રમાણે થાય, તો Google ટ્રાવેલ પાર્ટનરનો Hotel Center, સેવાઓ અથવા એકાઉન્ટનો ઍક્સેસ (સંપૂર્ણ અથવા આંશિક રીતે) પ્રતિબંધિત, સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે (a) ટ્રાવેલ પાર્ટનર આ શરતો, કોઈ પૉલિસી અથવા લાગુ થતા કાયદા(ઓ)નો ભંગ કરે, (b) કાનૂની જરૂરિયાત અથવા કોર્ટના ઑર્ડરનું પાલન કરવા માટે, Google માટે આમ કરવું આવશ્યક હોય (c) Google વાજબી રીતે માનતું હોય કે ટ્રાવેલ પાર્ટનરનું વર્તન, અન્ય ટ્રાવેલ પાર્ટનર, ત્રીજા પક્ષ અથવા Google માટે હાનિ અથવા જવાબદારીનું કારણ બન્યું છે. જો ટ્રાવેલ પાર્ટનરને લાગતું હોય કે Hotel Center, સેવાઓ અથવા એકાઉન્ટનો તેમનો ઍક્સેસ ભૂલથી પ્રતિબંધિત, સસ્પેન્ડ અથવા સમાપ્ત કરવામાં આવ્યો છે, તો કૃપા કરીને અમારી પૉલિસીઓમાં અપીલ કરવાની પ્રક્રિયા જુઓ. ટ્રાવેલ પાર્ટનર તેમનું(ના) એકાઉન્ટ બંધ કરીને અને Hotel Centerનો ઉપયોગ કરવાનું બંધ કરીને કોઈપણ સમયે આ શરતોને સમાપ્ત કરી શકે છે.

 

11. શરતોમાં ફેરફારો.  Google કોઈપણ સમયે નોટિસ આપ્યા વિના આ શરતોમાં મહત્ત્વપૂર્ણ ન હોય તેવા ફેરફારો કરી શકે છે, પરંતુ Google આ શરતોમાં કોઈપણ મહત્ત્વપૂર્ણ ફેરફારની અગાઉથી નોટિસ આપશે. શરતોમાં ફેરફારો પૂર્વવર્તી રીતે લાગુ થશે નહીં અને આ પેજ પર તેને પોસ્ટ કરવાના 7 દિવસ પછી લાગુ થશે. જોકે, કાનૂની કારણોસર અથવા તાકીદની પરિસ્થિતિઓમાં (જેમકે ચાલુ દુરુપયોગને અટકાવવા માટે) કરવામાં આવેલા ફેરફારો નોટિસ પોસ્ટ કરવાની સાથે જ લાગુ થશે.

 

12. નિયામક કાયદો; તકરારનું નિરાકરણ. આ શરતો અથવા Hotel Center સંબંધિત અથવા તેમાંથી ઉદ્ભવતા તમામ દાવાને કેલિફોર્નિયાના વિરોધાભાસી કાયદાના નિયમો સિવાયના, કેલિફોર્નિયાના કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે અને માત્ર સાન્ટા ક્લૅરા કાઉન્ટી, કેલિફોર્નિયા, યુએસએની સંઘીય અથવા રાજ્ય અદાલતોમાં તેનો દાવો કરવામાં આવશે; પક્ષકારો એ અદાલતોમાં વ્યક્તિગત અધિકાર ક્ષેત્ર માટે સંમતિ આપે છે.  જો ટ્રાવેલ પાર્ટનર લાગુ થતા અધિકાર ક્ષેત્રમાં સ્થિત હોય તો ટ્રાવેલ પાર્ટનર મધ્યસ્થતા મારફતે, આ શરતો અથવા Hotel Centerના સંબંધમાં ઉદ્ભવતા Google સાથેના તકરારનું નિરાકરણ કરવા માટે અરજી પણ કરી શકે છે. અમે જે મધ્યસ્થીઓ સાથે જોડાવા ઇચ્છીએ છીએ, તેમના વિશેની વધુ વિગતો અને મધ્યસ્થતાની વિનંતી કેવી રીતે કરવી તે અંગેની સૂચનાઓ અહીં મેળવો. લાગુ થતા કાયદા દ્વારા આવશ્યક હોય તે સિવાય, મધ્યસ્થતા સ્વૈચ્છિક છે અને મધ્યસ્થતા મારફતે તકરારોનું સમાધાન કરવા માટે, ટ્રાવેલ પાર્ટનર કે Google બંધાયેલા નથી.

 

13. વિવિધ. (a) આ શરતો, પક્ષોનો તેમના વિષય સંબંધિત સંપૂર્ણ કરાર છે અને એ વિષયો પરના કોઈપણ અગાઉના અથવા સમકાલીન કરારોની તે જગ્યા લે છે, જેમાં ટ્રાવેલ પાર્ટનર દ્વારા આ શરતોની સ્વીકૃતિ પછી Hotel Centerને સબમિટ કરવામાં આવેલા કન્ટેન્ટ માટે, Google અને ટ્રાવેલ પાર્ટનર વચ્ચેના કોઈપણ કન્ટેન્ટ લાઇસન્સ કરાર(રો) શામેલ છે. (b) ટ્રાવેલ પાર્ટનર આ શરતોમાં જેના વિશે વિચાર કરવામાં આવ્યો છે તે સંબંધ અંગે (કાયદા દ્વારા જરૂરી હોય તે સિવાય) કોઈ જાહેર નિવેદન કરી શકે નહીં. (c) કલમ 11 હેઠળ Google દ્વારા શરતોમાં કરાયેલા ફેરફારો સિવાય, આ શરતોમાં કોઈપણ સુધારા માટે બંને પક્ષોની સંમતિ અને સ્પષ્ટપણે એ જણાવવું જરૂરી છે કે તેઓ આ શરતોમાં સુધારો કરી રહ્યાં છે. (d) સમાપ્તિ અથવા ઉલ્લંઘન માટેની તમામ નોટિસ લેખિતમાં હોવી અને અન્ય પક્ષના કાનૂની વિભાગને (અથવા જો એ જાણકારી ન હોય કે અન્ય પક્ષનો કાનૂની વિભાગ છે કે નહીં, તો અન્ય પક્ષના પ્રાથમિક સંપર્કને અથવા ફાઇલમાંના અન્ય સરનામા પર) મોકલવામાં આવે તે જરૂરી છે. ઇમેઇલ એ લેખિત નોટિસ છે. Googleના કાનૂની વિભાગને નોટિસ મોકલવા માટેનું ઇમેઇલ ઍડ્રેસ legal-notices@google.com છે.  ટ્રાવેલ પાર્ટનરને મોકલવામાં આવતી અન્ય તમામ નોટિસ લેખિતમાં હશે અને ટ્રાવેલ પાર્ટનરના એકાઉન્ટ સાથે સંકળાયેલા ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવશે.  Googleને મોકલવામાં આવતી અન્ય તમામ નોટિસ લેખિતમાં રહેશે અને Google પર ટ્રાવેલ પાર્ટનરના પ્રાથમિક સંપર્કને અથવા Google દ્વારા ઉપલબ્ધ અન્ય પદ્ધતિ પર મોકલવામાં આવશે. લેખિત અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કન્ફર્મ કરવામાં આવે તે મુજબ, નોટિસ પ્રાપ્ત થાય ત્યારે તે આપેલી ગણાશે. નોટિસ માટેની આ જરૂરિયાતો નોટિસ આપવાની કાનૂની પ્રક્રિયા પર લાગુ થતી નથી, જે તેના બદલે લાગુ થતા કાયદા દ્વારા સંચાલિત થાય છે. (e) કોઈપણ પક્ષે આ શરતો હેઠળના કોઈપણ અધિકારનો ઉપયોગ ન કરીને (અથવા તેનો ઉપયોગ કરવામાં વિલંબ કરીને) કોઈપણ અધિકાર જતો કર્યો છે તેવું માનવામાં આવશે નહીં. (f) જો આ શરતોની કોઈપણ જોગવાઈ લાગુ કરવા માટે અયોગ્ય જણાય, તો તે જોગવાઈને અલગ કરવામાં આવશે અને બાકીની શરતો પૂર્ણ રીતે લાગુ અને પ્રભાવી રહેશે. (g) અગાઉથી Googleની લેખિત સંમતિ લીધા વિના, ટ્રાવેલ પાર્ટનર આ શરતો હેઠળનો તેમનો કોઈપણ અધિકાર અથવા જવાબદારી સોંપી શકશે નહીં.  (h) આ શરતો માટે કોઈ ત્રીજા પક્ષ હિતાધિકારી નથી. (i) આ શરતો પક્ષો વચ્ચે કોઈ એજન્સી, ભાગીદારી, સંયુક્ત સાહસ અથવા નોકરીનો સંબંધ બનાવતી નથી. (j) કલમો 1, 4, 6-10 અને 12-13 આ શરતોની સમયસીમાની અથવા શરતોની સમાપ્તિ પછી પણ જારી રહેશે. (k) કોઈપણ પક્ષ અથવા તેના આનુષંગિકો તેના વાજબી નિયંત્રણની બહારના સંજોગોને કારણે કાર્યપ્રદર્શનમાં મળેલી નિષ્ફળતા અથવા વિલંબ માટે જવાબદાર નથી.